Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નેશનલ હાઇવે પર આવેલ ટોલ પ્લાઝા નજીક બાઈક ટેન્કર પાછળ ભટકાતા એક યુવાનનું ઘટના સ્થળ એજ મોત નીપજ્યું હતું જયારે અન્ય યુવાનને ઈજાઓ પહોંચી હતી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ એવન્યુમાં રહેતો 29 વર્ષીય યોગેશ મહેન્દ્ર વસાવા તેના મિત્ર અમિત મિતેશભાઈ વણજા સાથે પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.એમ.9974 લઈ ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલ પ્લાઝા પાસેથી પસાર થઇ રહ્યો હતો તે વેળા આગળ ચાલતા ટેન્કર નંબર-જી.જે.05.વાય.વાય.8401ની પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં યોગેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે મિત્રને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે ૧૭ ઉમેદવારી નોંધાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ACBનો સફળ ટ્રેપ: હેડ કોન્સ્ટેબલ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા :  બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બદલ રૂ. 25,000ની લાંચ માગી હતી

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં આવેલી જમાદાર ફર્નિચરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!