Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.

Share

સુરતના ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે ચાલી રહેલા દબાણ હટાવો અભિયાન વચ્ચે આજે વાતાવરણ ગરમાતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું.

વિરોધ કરી રહેલી મહિલાઓને ડિટેઇન કરાતા પોલીસ અને મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પી.એસ.આઈ એમ.એમ કટારીયાને લાફો મારવામાં આવતા વાત બગડી હતી. જોકે, ત્યારબાદ સાથી પોલીસ કર્મચારીઓએ મામલો થાળે પાડી કેટલીક વિરોધ કરી રહેલી મહિલાઓને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.ધટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉધના પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મસ્તાન નગરમાં વર્ષોથી રહીએ છીએ. હવે ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નોટીસ પણ પાઠવવામાં આવી હતી. આજે પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરવા માટે જણાવ્યું હતું. જોકે, સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં બે દિવસમાં નવા ચાર કોરોના કેસ સાથે કુલ આંક ૮૨ થયો.

ProudOfGujarat

ભરૂચના ભઠિયારવાડ વિસ્તાર માં ત્રણ થી ચાર દુકાનો માં તસ્કરો ત્રાટકીય હતા..જેમાં એક મેડિકલ સ્ટોર ના સીસીટીવી માં સમગ્ર ઘટના કેદ થવા પામી હતી ત્યારે મામલા અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી…….

ProudOfGujarat

રાજપીપળા બાયોલોજીના શિક્ષક અલ્પા ચૌધરી નિમણૂક પત્ર માટે છેલ્લા 1 વર્ષથી કચેરીઓના આંટા મારે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!