Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામે રાત્રિના કંપની પરથી ઘરે જતા યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં યુવાનના પગના ભાગે ફેક્ચર થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Share

ઝધડિયા તાલુકાનાં ગામડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક વધ્યો છે. જેમાં અગાઉ ગામ લોકોનાં કહેવાથી પાંજરા મુકવામાં આવતા અનેક દીપડા ઝડપાયા છે. થોડા દિવસ પહેલા જ ફુલવાડી ગામેથી પણ દીપડો ઝડપી લેવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ કેટલાક દીપડા ફરકાવવાની દહેશત લોકોમાં છે. ગઈ કાલે ફુલવાડી ગામે રહેતા હાર્દિક અશોક પટેલ ઝધડિયા જીઆઇડીસીમાંથી રાત્રિના સમયે કંપનીથી ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં તેઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે દીપડાએ હુમલો કરતા તેમના પગના ભાગે દીપડાનો પંજો વાગતાં પગમાં ફેકચર થયું હતું અને આ દરમ્યાન દિપડો ભાગી છૂટ્યો હતો. તેઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. ત્યારે ફુલવાડી ગામમાં હજુ પણ દીપડો હોવાથી વનવિભાગ પાંજરા મૂકે તો અન્ય લોકો પર થતા હુમલામાંથી છુટકારો મળી શકે છે.

Advertisement

Share

Related posts

વિસાવદર : ભેસાણનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ જરૂરી તમામ આરોગ્યક સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી।

ProudOfGujarat

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

વડાપ્રધાન મોદી 28 ઓગસ્ટે આવશે ગુજરાત, ખાસ મ્યુઝિયમ બનશે લોકોના આકર્ષણનું કેન્દ્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!