Proud of Gujarat
FeaturedGujaratINDIA

શું નોટબંધી ટાણે મોદી સરકારે રદ કરેલી રૂ. 500 અને રૂ. 1000 ની ચલણી નોટોનો વેપલો હજુ પણ ખાનગી રાહે થાય છે ? શું આ પ્રતિબંધિત ચલણી નોટો ઓનલાઇન વેચાય રહી છે??

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરે અમદાવાદના શાહીબાગ સ્થિત સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિકારીને લેખિત પત્ર પાઠવી ઈન્ટરનેટની કેટલીક સાઈટ ઉપર નોટબંધી દરમ્યાન રદ કરાયેલી રૂ.500 અને રૂ.1000 ની જૂની પ્રતિબંધિત ચલણી નોટો વેચાતી હોવાની આશંકા વ્યક્ત કરી કાયદેસરની તપાસ કરવાની માંગ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા વિભાગના કો-ઓર્ડીનેટર હેમાંગ રાવલે પોલીસ ખાતાને પાઠવેલ આ પત્રમાં એવી આશંકા વ્યક્ત કરી છે કે ઈન્ટરનેટ ઉપર ક્લબ ફેક્ટરી નામની વેબ સાઈટ તેમજ ગુગલ પ્લે સ્ટોરમાં એક એપ છે જેમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત રૂ.500 અને રૂ.1000 ની ચલણી નોટો ઓનલાઇન વેચાય રહી છે. આ અંગે કાયદેસરની તપાસ થાય અને તેના મૂળ સુધી પહોંચી ષડયંત્રકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

Advertisement

Share

Related posts

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવતા સ્થાનિકોને હાલાકી

ProudOfGujarat

ખોટા વસીયત નામા તૈયાર કરવા અંગે મદદ કરનારા સામે દાખલ થયેલ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!