Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે આવી ખુશ ખબર, સફારી પાર્ક મુકાશે ખુલ્લો.

Share

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક પ્રાયોગિક ધોરણે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. soutickets.in પરથી ઓનલાઇન ટીકીટ બુક કરાવી શકાશે. પ્રવાસીઓ ટીકીટ બારી પરથી પણ ટીકીટ બુક કરાવી શકશે. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેકટ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડીયા જંગલ સફારી) કે જે ૩૭૫ એકરમાં ફેલાયેલ છે જયાં ૬૨ જાતનાં કુલ ૧૦૦૦ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦ થી પ્રવાસીઓ માટે પ્રાયોગીક ધોરણે ખુલ્લો મુકાશે.સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દીલ્હીની મંજુરી બાદ હવે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે આવનાર પ્રવાસીઓ માટે વિશ્વકક્ષાનો સફારી પાર્ક ખુલ્લો મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સફારીપાર્કમાં ફરવા માટે ઈ-કાર્ટ અને ચાલતા ચાલતા જોવા માટેની સગવડ ઉભી કરવામાં કરવામાં આવી છે તથા ઈ-કાર્ટની સુવિધા hop-on-hop-off તરીકે રહેશે. પ્રવાસીઓનાં આકર્ષણ માટે વનવિસ્તારનો અનુભવ થાય તે રીતે નિર્માણ અત્રે આવનાર પ્રવાસીઓ કુદરતી વાતાવરણ અને ખાસ વનવિસ્તારમાં ફરતા હોય તેવો અહેસાસ થઇ શકે તેવી રીતે સમગ્ર સફારી પાર્કનું નિર્માણ કરાયુ છે. સફારી પાર્ક એક આશાસ્પદ પ્રોજેકટ છે જે ગુજરાત વનવિભાગ દ્વારા માત્ર ૬ મહીનામાં પ્રોજેકટ સંપુર્ણ કરાયો છે.સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક વિસ્તાર સાત અલગ-અલગ એલિવેશનમાં છે.જે એન્ટ્રન્સ પ્લાઝાથી વાઈલ્ડએસ એન્ક્લોઝર સુધી ફેલાયેલુ છે. જેમાં કુલ ૧૬ એન્ક્લોઝરનો સમાવેશ કરેલ છે આ એન્ક્લોઝરમાં જુદા-જુદા વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલ છે.
પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટીકીટ મેળવવાનો સમય સવારે ૮.૦૦ કલાકે થી સાંજે ૫.00 કલાક સુધીનો રહેશે અને ઝુ બંધ કરવાનો સમય સાંજે ૬.૦૦ કલાકનો રહેશે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગોધરામાં મટન માર્કેટમાં ગૌમાંસ ખુલ્લેઆમ વેચાતા પોલીસની સંયુકત ટીમે રેડ કરી ચારની ઈસમોની અટકાયત કરી.

ProudOfGujarat

પાટણમાં પાટીદારોએ કરી સરકારની સદબુદ્ધિ માટે સદભાવના યાત્રા, કોગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા..

ProudOfGujarat

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટે રૂ. 69,422 કરોડનું પ્રભાવશાળી ટર્નઓવર નોંધાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!