Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

Share

ભરૂચ જિલ્લામાંથી ખડખડ વહેતી નર્મદા નદીમાં ખારાશમાં વધારો થતાં ડેમમાંથી પાણી છોડવા માટે આંદોલન થયા આવેદનપત્ર અપાયા જે તે સમયે મંત્રીએ અને મુખ્યમંત્રીના કાળા વાવટા બતાવવામાં આવ્યા ત્યારબાદ ખારાશને અટકાવવા માટે ભરૂચના ભાડભૂત ગામ કે જ્યાં નર્મદા નદી અને દરિયાનું મિલન થાય છે તે જગ્યા ઉપર રાજ્ય સરકાર દ્વારા કોઝવે બનાવવાનું નક્કી કર્યું છે જેને ભાડભૂત બેરેજ યોજના તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારે આનો વિરોધ સૌ જગ્યાએ થઈ રહ્યો છે ત્યાં આજે ગુજરાત રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવતા તેમાં નાણામંત્રી અને રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભાડભૂત બેરેજ યોજનાની ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે આના માટે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ રજૂઆતો કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ એલસીબી એ ઉમલ્લા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી લીધો.

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ કેવડીયા ખાતે યોજાશે બે દિવસીય રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સ : આ મહત્વ ના મુદ્દાઓ ઉપર થશે ચર્ચા…!!!

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, મુકબધીર અને અંધજનો માટે રમત સ્પર્ધાનું કરાયું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!