Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ જીઆઇડીસીમાં આવેલ રિલાયન્સ કંપની નજીક કચરાનાં ઢગલામાં આગ લાગી હતી.

Share

વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે કંપાઉન્ડ નજીક આજે વહેલી સવારે કચરાના ઢગલામાં આગ લાગી ગઈ હતી જેને લઇને લોકોમાં દોડધામ મચી હતી. આ ઘટના આગની ઘટનાની જાણ થતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. રિલાયન્સ કંપનીના કંપાઉન્ડ નજીક સુકા કચરાનાં ઢગલામાં કોઈ ટીખળખોરોએ સવારે આગ લગાવી હોવાની ચર્ચા છે ત્યારે આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા આકાશમાં નજરે પડયા હતા. જ્યારે આગનાં ગોટે ગોટા ઉડતા લોકોમાં દોડધામ મચી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડના બંબાએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવ સંદર્ભે હાલ કોઇ ફરિયાદ દાખલ થવા પામી નથી.

Advertisement

Share

Related posts

માંગરોળ : ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે બોર્ડના કેન્દ્રએ આનંદ ઉલ્લાસથી પહોંચ્યા

ProudOfGujarat

પાડોશી સાથે સામાન્ય બોલાચાલીનાં પગલે લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી…જાણો કયાં?

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા એ પૈન ઈન્ડિયા ફિલ્મ, ધ લિજેન્ડના તાજેતરમાં રીલીઝ થયેલા ગીત પર બનાવી રીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!