Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં આજથી ફરજિયાત માસ્ક પહેરવા જાહેરનામું બહાર પડાયુ જાહેરનામાનો ભંગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરાશે.

Share

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે.ત્યારે તંત્ર દ્વારા તેને નિયંત્રણ હેઠળ રાખવા અસરકારક પગલા ભરાઇ રહ્યા છે.કોરોના વાયરસ શ્વાસો શ્વાસથી સંક્રમિત થતો હોઇ બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ એક મીટરનું અંતર રાખવાનું હોય છે.કોરોનાને વધતો અટકાવવા મોંઢા પર માસ્ક પહેરવાનું હોય છે.ભરુચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.ડી.પટેલ દ્વારા આજે બહાર પડાયેલા જાહેરનામા મુજબ જિલ્લામાં આજથી માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે.જાહેરનામામાં જણાવાયા મુજબ મોંઢા પર માસ્ક અથવા રૂમાલ ફરજિયાતપણે પહેરવાનો રહેશે.આ જાહેરનામું તા.૩ જી મે એ લોકડાઉન પુરુ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.જાહેરનામાના ભંગ બદલ પ્રથમ ગુના માટે રૂ.૫૦૦ અને ત્યારબાદના ભંગ માટે દરેક વખતે રુ.૧૦૦૦ દંડ પોલીસ દ્વારા સ્થળ પર વસુલ કરવામાં આવશે અને દંડ ભરવામાં ચુક કરનાર પર શિક્ષાત્મક પગલા લેવાશે એમ જણાવાયુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચ : જલારામ સિઝનલ સ્ટોલમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ડેડીયાપાડાના સાબુટી ગામમાં ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!