Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં ફરજ બજાવતા આમોદનાં એક પોલીસ કોન્સ્ટેબલની હાલત લથડતાં તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો.

Share

કોરોનાના કહેરને લીધે સમગ્ર ભારતભરમાં લોકડાઉન જાહેર કરાયું છે અને કલમ ધારા 144 લાગુ કરવામાં આવી છે. આવી કપરી પરિસ્થિતિમાં આમોદમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે આમોદ પોલીસ પણ ચોવીસ કલાક ખડેપગે ઊભા રહી ફરજ બજાવી રહી છે અને ડ્રોન કેમેરા વડે પણ નજર રાખી રહી છે. તેમજ આમોદ તાલુકામાં વિવિધ ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાઇ રહ્યું છે. તો આજે સવારે આશરે પાંચ વાગ્યાના સમયે સમની ચેક પોસ્ટ ઉપર આમોદના એક પોલીસ કોન્સ્ટેબલ સુનિલ સિંહ મહેન્દ્રસિંહ પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન તેમના પેટમાં દુખાવો ઉપડતાં તેમની હાલત લથડી હતી આ વાતની જાણ તેમના મિત્રને થતા તેમના મિત્રએ તાત્કાલિક તેમને ગાડી ઉપર બેસાડી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર હાથ ધરાઇ હતી. તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે હાલ તેઓ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ છે અને તેમની તબિયત સારી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર નસવાડી ગામમાં એકજ રાતમા ૭ થી વધુ સ્થાનો ઉપર ચોરી ની ઘટના થી ચકચાર-તસ્કરો બેફામ બન્યા…!!

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પક્ષો બદલવાની રાજનીતિ શરૂ.

ProudOfGujarat

હીરોપંતી અભિનેતા નવનીત મલિક તેના નવા શો સ્વરાજમાં સ્વતંત્રતા સેનાનીની ભજવે છે ભૂમિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!