Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ : ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતાં પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું.

Share

“રાણાભાઇ જયરામભાઇ કુમરખાણીયાએ મારા કાકા છે. અમે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના કુમરખાણ ગામમાં રહીએ છીએ. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણમાં તપાસ કરાવી હતી. જ્યાથી ડોક્ટરે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે જવાની સલાહ આપી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨ બોટલ લોહી ચડાવવામાં આવ્યુ હતુ અને કોરોનાનો રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. જેથી તેઓને સિવીલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા અને સતત ૧૯ દિવસ તેમની સારવાર કરવામાં આવી હતી. સિવીલ હોસ્પીટલના ડોક્ટર, પેરામેડીકલ સહિતના સ્ટાફે તેમની ખુબ જ કાળજીથી સારસંભાળ લીધી હતી. ત્યારપછી તેમના સતત ૨ રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા જેથી તેમને સિવીલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ તેમને લેવા માટે સિવીલ હોસ્પીટલ આવી હતી અને જ્યારે ઘરે પહોચ્યા ત્યારે જીલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, સ્ટાફ, સરપંચ, આગેવાનો દ્વારા પુષ્પોથી સ્વાગત કહ્યુ હતુ. અમને મદદરૂપ બનનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, સિવીલ હોસ્પીટલના ડોક્ટર, સ્ટાફનો આભાર માનુ છુ” આ શબ્દો છે ક્રિટીકલ કન્ડીશન બાદ કોરોનાને પરાસ્ત કરનારા રાણાભાઇના ભત્રીજા કિશન કુમરખાણીયાના. અમદાવાદ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.રાકેશ ભાવસાર, નીલકંઠ વાસુકિયા દ્વારા મંગળવારે રાણાભાઇની ગૃહ મુલાકાત લેવામાં આવી ત્યારે તેઓના ભત્રીજા કિશન કુમરખાણીયા સહિતના પરીવારજનો દ્વારા આરોગ્ય વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો. ટીમ દ્વારા દર્દીને પોષણયુક્ત આહાર તેમજ આગામી ૧૪ દિવસ ઘરમાં રહી આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કુમરખાણના રાણાભાઇ કુમરખાણીયાની તા-૦૯/૦૪/૨૦૨૦ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે અશક્તિ નબળાઇ બાબતે બતાવવા આવતા મેડિકલ ઓફિસર દ્વારા તપાસી દર્દીને સેવિયર એનેમિયા માલુમ પડેલ. મેડિકલ ઓફિસર દ્વારા સુરેદ્રનગર/અમદાવાદ સિવિલ હોસ્પીટલમા જઇ લોહિ ચડાવવા માટેની સલાહ આપેલ હતી. તેઓને તારીખ – ૧૪/૦૪/૨૦૨૦ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે ઉલ્ટીમાં બ્લડ આવતા વિરમગામ ખાતે આવેલ ડો. દિલીપભાઇ પટેલની ભાગ્યોદય હોસ્પીટલમા લઇ ગયેલ હતા. જ્યા હાજર તબીબ ડૉ.જીગરભાઇ રામી દ્વારા પ્રાથમિક સારવાર તેમજ તેઓના જરૂરી લોહિના રીપોર્ટ નિધિ લેબોરેટરીમા કરાવેલ હતા. લોહિના રીપોર્ટમા હિમોબ્લોબીન ૨.૩% આવતા તેઓને ક્રિટીકલ કન્ડીશનમાં અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે તેઓની એમ્બ્યુલન્સમાં રીફર કરવામા આવેલ હતા. રાત્રીના ૨ વાગ્યે અસારવા સિવિલ હોસ્પીટલ,અમદાવાદ ખાતે આવેલ ઇમરજન્સી વિભાગમા દાખલ કરી ઇમરજન્સી સારવાર બાદ કોરોના ટેસ્ટ અર્થે COVID-19 હોસ્પીટલ ખાતે મોકલવામા આવેલ હતા. તા-૧૬/૦૪/૨૦૨૦ના રોજ COVID-19 પોઝીટીવ આવેલ હતો. સઘન સારવાર બાદ તારીખ- ૦૪/૦૫/૨૦૨૦ના રોજ સતત બીજો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વંદના નીલકંઠ વાસુકિયા : વિરમગામ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બે સ્થળે પોલીસના દરોડામાં લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો : બે ઇસમોની ધરપકડ, ત્રણ વોન્ટેડ.

ProudOfGujarat

રાજપીપળા : “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ કુલ-૩૭ જેટલા લાભાર્થીઓ માટે વિવિધ યોજનાકીય સહાયના લાભો અપાશે.

ProudOfGujarat

યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં ગોધરાના બે વિદ્યાર્થીઓ ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!