Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસ દ્વારા ગતરોજ તાલુકાનાં માલજીપુરા ગામ નજીકથી વાલીયા તાલુકાનાં એક ઈસમને દારૂનાં જથ્થા સાથે ઝડપી લીધો.

Share

ઝઘડિયા તાલુકામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું વેચાણ લગભગ હવે ગામે ગામ થવા લાગ્યું છે. એટલા જ પ્રમાણમાં દેશી બનાવટનાં દારૂનું પણ ઉત્પાદન તથા વેચાણ ઝઘડિયા તાલુકાનાં ગામે ગામ થઈ રહ્યું છે. આ બાબતે સ્થાનીક પોલીસ પણ વાકેફ છે. પોલીસ દ્વારા રોજેરોજ દેશી દારૂ વેચનારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ દેશી દારૂનું વેચાણ બંધ થતું નથી. ગતરોજ ઝઘડિયા પોલીસ ધારોલી વિસ્તારમાં પ્રોહીબીશન જુગાર અંગેની રેડમાં ખાનગી વાહનમાં નીકળ્યા હતા તે દરમિયાન ફરતા ફરતા માલજીપુરા ગામ પાસે આવતા તેઓને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે એક મોટરસાઇકલ ઉપર બે ઈસમો ભારતીય બનાવટની વિદેશી દારૂ મૂકી મીઠામોરા ગામથી એસઆરપી ગૃપ ૧૦ તરફ જવાના રસ્તા પર જવાના છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ પોલીસ દ્વારા વોચ રાખી હતી. વોચ દરમિયાન એક મોટરસાયકલ મીઠામોરાથી એસ.આર.પી ગૃપ ૧૦ તરફ આવતી હતી. જેને કોર્ડન કરી ઊભી રખાતાં મોટરસાયકલ ચાલક પકડાઈ ગયો હતો. જ્યારે એની સાથે અન્ય એક ઈસમ અંધારાનો લાભ લઇ મોટરસાઇકલ પરથી કૂદીને નાસી ગયેલ. પકડાયેલનું નામ પુછતાં તેણે અનીલ વસાવા રહેવાસી પીઠોર તાલુકો વાલીયા જણાવેલ તેની પાસેથી પકડાયેલ માલની તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૦ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મળી આવેલ તથા મોટરસાયકલ મળી કુલ ૫૭૦૦૦ મુદ્દામાલ ઝઘડિયા પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ઈસમની વધુ પૂછતાછ કરતા તેણે આ માલ ધર્મેશ ઉર્ફે ધમો રહે. મીઠામોરાનાં પાસેથી લઈ પીઠોર ગામનાં મહેશ વસાવાનાં ઘરે લઈ જતા હોવાનું જણાવેલ છે. જેથી ધર્મેશના ઘરે પણ પોલીસ દ્વારા તપાસ કરતા તે હાજર મળી આવેલ ન હતો. ઝઘડિયા પોલીસે (૧)અનિલ બુધીયા વસાવા (૨) નિલેશ સના વસાવા (૩) મહેશ ઉર્ફે મલો મોતી વસાવા ત્રણે રહેવાસી પીઠોર તાલુકો વાલીયા (૪) ધર્મેશ ઉર્ફે ધમો રહેવાસી મીઠામોરા તાલુકો ઝઘડિયા વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વડદલા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે ચેરમેન અરૂણસિંહ રાણાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય નથી : ખોટી અફવાઓના આધારે લોકો કાયદો હાથમાં ના લેઃ ગૃહ રાજ્યમંત્રીની અપીલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!