Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે યુવકનો ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળ્યો.

Share

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે એક યુવાનનો સમડીનાં વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર નજીકનાં વણાકપોર ગામે સોમવારની સાંજે ગામનાં પરેશભાઇ શંભુભાઇ વસાવા નામનાં ૨૨ વર્ષના યુવાનનો સમડીનાં વૃક્ષ ઉપર ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવકની માતા રેખાબેન શંભુભાઇ વસાવાએ રાજપારડી પોલીસમાં આ અંગે ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ યુવકે કોઇ અગમ્ય કારણોસર વૃક્ષ પર ગળાફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હોવાનું અનુમાન કરાય છે.ફરિયાદમાં જણાવાયા મુજબ આ યુવક ઘરેથી નિકળ્યા બાદ મોડે સુધી ઘરે આવ્યો ન હતો. બાદમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.આશાસ્પદ યુવકનું આ રીતે કરૂણ મોત થતાં ગામ શોકમગ્ન બની ગયુ હતુ. યુવકે કયા કારણસર ફાંસો ખાઇને જીવન ટુંકાવી નાંખ્યુ તે પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે રહસ્ય ખુલશે તેમ હાલતો જણાઇ રહ્યું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચની ભીડભંજન ખાડી નજીક જાહેરમાં જુગાર રમતા ૧૦ શકુનીઓ ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઇંગ કરાશે..

ProudOfGujarat

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે દારૂ ભરેલી પીકઅપ વાન પકડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!