Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : જીવીકે ઈ.એમ.આર.આઈ 108 એમ્બ્યુલન્સ તેમજ 108 નાં તમામ પ્રોજેક્ટ દ્વારા આજરોજ ઇન્ટરનેશનલ પાઇલોટ ડે ની ઉજવણી કરાઈ.

Share

હાલમાં ચાલી રહેલ કોરોના રૂપી મહામારીમાં ૧૦૮ ઇમરજન્સી સેવા તેમજ 108 નાં બીજા પ્રોજેક્ટ જેમકે ખિલખિલાટ, મહિલા અભ્યમ, આરોગ્ય સંજીવની તથા 1962 એનિમલ એમ્બ્યુલનસનાં કર્મચારીઓ છેલ્લા ૬૦ દિવસથી 24 કલાક, દિવસ અને રાત જોયા વગર લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એક જ સંકલ્પ છે માનવ જીવન બચાવવું અને આ મહામારીમાં લોકોની વહારે આવવું તેવા જ સાહસિક કર્મચારીઓનું આજે ઇન્ટરનેશનલ પાઇલોટ ડે નિમિત્તે ભરૂચ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા ચોકલેટ ખવડાવી મોઢું મીઠું કરાઈ અભિવાદન કરવામાં આવ્યું હતું અને આવનારા સમયમાં પરિસ્થિતિ કેટલી પણ વિકટ બને પણ લોકોના જીવ બચાવવા માટે તેવો તત્પર છે. તેઓનો ઉત્સાહ પણ ૧૦૮ ઇમરજન્સી સેવાના પાઇલોટ મિત્રોએ બતાવ્યો હતો. આવી ઉત્કૃષ્ટ કામગીરીને ભરૂચ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી તેમજ જિલ્લાના મેનેજર અભિષેક ઠાકર એ તેમની આ કાર્યનિષ્ઠ ભાવનાને બિરદાવી હતી અને તમામ પાયલોટ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

ટ્રાઈબલ વિસ્તારના બે ધારાસભ્યોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી બંધારણની પાંચમી અનુસૂચિ જોગવાઈનાં અમલની માંગ કરી.

ProudOfGujarat

અગ્નિ તાંડવ : અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉન ભડકે બળ્યું, ધુમાડાના ગોટેગોટા અને ફાયર વિભાગની દોડધામથી વિસ્તાર ગુંજી ઉઠ્યું

ProudOfGujarat

આમોદ તાલુકાના તણછા ગામ પાસે આવેલ ફાટક પાસે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં એક નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!