Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ક્યારે કરવામાં આવશે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે.

Share

જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ક્યારે કરવામાં આવશે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે. ચોમાસુ હવે ઢુકડું છે. ત્યારે દરેક નગરોમાં પ્રિ મોન્સુન કામગીરી સત્તાધીશો દ્વારા હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી વરસાદી ઋતુ પૂર્વે જંબુસર નગર પાલિકાએ વરસાદી કાંસની સફાઇ કરવાની હોય પરંતુ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી નથી. જંબુસર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી કાંસો ગટરો સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ મે માસ પણ પૂર્ણ થવાને આરે છે. છતાંય પાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી નથી કાંસો ભરાઇ ગયા છે. ગંદકીનું સામ્રાજ્ય છતું થાય છે. શહેરની કાંસ સફાઇ ન થવાને લીધે રહીશોને તીવ્ર ગંધને સામનો કરવો પડે છે ચોમાસાની ઋતુને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જંબુસર નગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં વહેલી તકે કાંસની સાફસફાઈ કરાવે નહીં તો નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થશે તેવી સ્થાનિકોમાં દહેશત જોવા મળે છે. જંબુસર નગરપાલિકા પ્રિમોનસુન કામગીરી ક્યારે કરાશે તે અંગે નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના અંદાડા થી 6 જુગારીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે જમવાનું બનાવવાની વાતે પતિએ પત્નીને કુહાડી મારી.

ProudOfGujarat

તા. ૨૦ મી એ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે ૧૧-૦૦ કલાકે ૧૩૮.૨૮ મીટરે નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!