Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના કેવડીયા કોલોનીનો બીજો SRP જવાન કોરોનાની ઝપેટમાં આવતાં સંખ્યા 34 પર પહોંચી.

Share

સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનાં હેડકવાર્ટર ગણાતા કેવડીયા કોલોનીના SRP ગ્રુપમાં ફરજ બજાવતા જવાનો એક પછી એક કોરોના પોઝિટિવ નીકળતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે.ગતરોજ બુધવારે SRP નો એક જવાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા જવાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા SRP કંપનીમાં ફફડાટ ફેલાયો છે અને આ સાથે જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 34 ઉપર પહોંચી છે.મળતી માહિતી અનુસાર કેવડીયા કોલોની ખાતે SRP ગ્રુપમાં ફરજ બજાવતો દિનેશ એન.બારીયા ગઇકાલે પોઝિટિવ જાહેર કરાયા હતા ત્યારબાદ ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા 42 સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાયા હતા જેના રિપોર્ટ ગુરુવારે આવતા સુરત ખાતે એક સાથે ફરજ બજાવવા ગયેલા SRP જવાનો પૈકીનો રમણલાલ બી.વાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજપીપળા ખાતેની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. SRP ગ્રુપ કેવડીયા કોલોનીના જવાનોને ફરજ બજાવવા માટે સરકાર દ્વારા સુરત ખાતે મોકલવામાં આવેલ જ્યાં બંદોબસ્તની ફરજ બજાવી આ જવાનો 7 મી જુને સુરત ખાતેથી કેવડીયા કોલોની પરત ફર્યા હતા.જેમાં ગતરોજ એક જવાન કોરોના પોઝિટિવ નીકળતા અને ફરી આજે પણ બીજા જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા SRP કેમ્પ સહિત તંત્રમાં ભારે દોડધામ મચી હતી.એકસાથે જ જવાનો ફરજ બજાવતા હોય સાથે જ રહેતા હોય શુ અન્ય જવાનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હશે તેવી ચિંતા જોવા મળી રહી છે. આ કેસ સાથે જીલ્લામાં કોરોના પોઝિટિવનાં દર્દીઓની સંખ્યા 34 ઉપર પહોંચી છે. જે પૈકી 11 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે,જયારે 23 દર્દી સાજા થઈ પોતાના ધરે પહોંચ્યા છે.નર્મદા જિલ્લા કલેક્ટરે SRP ગ્રુપનાં કેટલાક વિસ્તારોમાં કનટેનટમેનટ ઝોન જાહેર કરેલ છે અને કેટલાક પ્રતિબંધો લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે

રિપોર્ટર આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ભરૂચ : આગામી મોહરમના તહેવાર નિમિત્તે નબીપુર સહિત પો.સ્ટે. વિસ્તારમાં આવતા કેટલાક ગામોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની સગીર બાળાનું અપહરણ કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ : કુખ્યાત આરોપી રાહુલસિંહ ખંડેલવાલને ફરાર થવામાં કોઈ મદદમાં હતું કે ન હતું ? વાહનનો ઉપયોગ થયો હતો કે નહીં ? તમામ બાબતો તપાસનો વિષય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!