Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં તાવ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતનાં રોગોનાં નિદાન અને સારવાર માટે ધનવંતરી રથને કાર્યરત કરાયા.

Share

પંચમહાલ જિલ્લામાં વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં જઈ સારવાર કરવા તેમજ કોવિડ-19 અંગે જાગૃતિ લાવવાના હેતુથી ધનવંતરી રથોને કાર્યરત કરવામાં આવ્યા છે. આજે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ દ્વારા લીલી ઝંડી બતાવી ત્રણ ધનવંતરી રથોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ રથ આરોગ્ય સેતુ સાથે સંલગ્ન ઈતિહાસ દ્વારા અલગ તારવાયેલ હોટ સ્પોટ વિસ્તારોમાં તાવ, હાયપરટેન્ટશન, ડાયાબિટીસ, ઝાડા, ચામડી સહિતનાં રોગોનાં નિદાન અને સારવારની કામગીરી હાથ ધરશે. અત્યારની સ્થિતિએ આવા 81 ગામોમાં કામગીરી કરવા માટે કુલ 17 રથ જિલ્લામાં કાર્યરત થશે. કોરોના સંક્રમણ સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાના હેતુથી હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ-30 અને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ પણ આ રથ મારફતે કરવામાં આવશે. રથમાં 1 ડોક્ટર, 1 ફાર્માસિસ્ટ અને 1 ફિમેલ હેલ્થ વર્કરની ટીમ રહેશે. આ ટીમ દ્વારા ગામ લોકોને કોવિડ-19 માં રાખવાની થતી સાવચેતી તેમજ આરોગ્ય સેતુ એપનાં ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. 1 મહિના સુધી જિલ્લાનાં વિવિધ ગામોમાં આ રથો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરવામાં આવશે. દરેક રથ દ્વારા પ્રતિ દિવસ 2 ગામ આવરી લેવાનું હાલની સ્થિતિએ આયોજન કરવામાં આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઝઘડિયા : ઉમલ્લાની સરસ્વતી વિદ્યામંદિર શાળાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ક‍ાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યાનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સીકલીગર ગેંગના બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2322 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!