Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાહનવ્યવહાર કચેરી ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન ઓકશન શરૂ કરવામાં આવી.

Share

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી – ભરૂચ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે અને પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં M/cy (મોટર સાયકલ વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ-16-DA નંબરની સીરીઝની AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેCશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહેર જનતાના હિતમાં ઓકશનની મુદત પણ વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ મુજબ (૧) તા.૧૩/૦૭/૨૦૨૦ થી તા.૧૫/૦૭/૨૦૨૦ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી AUCTION માટેના ફોર્મ રજીસ્ટ્રે૨શન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨) તા.૧૫/૦૭/૨૦૨૦ ના રોજ ૦૨:૦૦ કલાક પછીથી તા.૧૭/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૦૪:૦૦ વાગ્યાન સુધી AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી – ભરૂચ ખાતે રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકો છો. વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ અપલોડ કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરનાં જ અરજદારોએ હરાજીમાં ગોલ્ડન અને સિલ્વર માટે ભાગ લેવા અરજી કરી શકશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦ દિવસની અંદરનાં અરજદારો હરાજી કરી શકાશે એમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજ કર્મીઓ પર થયેલ હુમલાનાં વધુ બે આરોપીની ધરપકડ કરતી તાલુકા પોલીસ…

ProudOfGujarat

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની બેઠક પર ધી હાંસોટ નાગરિક સહકારી બેંકનાં કરશનભાઇ પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!