Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ વિસ્તારમાં ઉકળાટ વચ્ચે બે દિવસમાં હળવા વરસાદની શરૂઆત થઈ.

Share

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થઈ ચૂકી છે. ભરૂચ કરજણ વિસ્તારમાં હજી સુધી મેઘમહેર નહિવત થતાં જગતનાં તાત સહિત પ્રજામાં ચિંતા ફેલાય હતી. અસહ્ય ઉકળાટ અને ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એવા સમયે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે અનુસાર કરજણ, પાલેજ, ભરૂચનાં વિસ્તારોમાં શનિવારથી છુટા છવાયા ઝાપટાં શરૂ થયા હતાં જેના પગલે રવિવારે અને સોમવારે સમગ્ર વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શરૂઆતી વરસાદને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા તો બીજી તરફ ખેતી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.ખેતરોમાં ઊગી નીકળેલા કપાસ તુવરનાં પાકોને જીવતદાન મળી ગયું છે. હજી વરસાદ મન મૂકીને વરસે એવી ખેડૂત આલમમાં પ્રતીક્ષા થઈ રહી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સો ખાસ દિવાળીના પર્વમાં એલર્ટ

ProudOfGujarat

જાણો ભરૂચ જિલ્લામાં ક્યાં કોરોના ની કેટલી આફત

ProudOfGujarat

ભરૂચમાં મસાજ સ્પા ની આડ મા વિદેશી ભારતીય યુવતી ઓ મારફત દેહ વ્યાપાર કરતા એક શખ્સને ઝડપી પાડતી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!