Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં કોરોના પોઝીટીવનાં લક્ષણો જાણતા હડકંપ.

Share

ભરૂચ નગરપાલિકાનાં કર્મચારીઓમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે. મળતી માહિતી મુજબ નગરપાલિકાનાં સમાજ કલ્યાણ અધિકારી અને અન્ય બે સફાઈ કામદારો કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે વિગતે જોતાં ભરૂચ નગરપાલિકા ખાતે સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા કલ્પનાબેનને કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળેલ છે. જયારે અન્ય બે સફાઈ કામદારોને પણ કોરોના પોઝીટીવ હોવાની બાબતો સપાટી પર આવી છે. ભરૂચ નગરપાલિકામાં રોજ ખૂબ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. ત્યારે આવા કોરોના પોઝીટીવ કર્મચારી માટે નગરપાલિકા ખાતે ન આવવું જોઈએ. જે લોકોનાં હિતમાં જરૂરી છે. તેમ છતાં સામાજિક જવાબદારી ભૂલીને આ કર્મચારી નગરપાલિકા ખાતે આવી રહ્યા છે. જે દુ:ખદ બાબત છે. તેમના ફરજ પર આવવાથી અન્ય લોકોને ચેપ લાગવાની સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 : ઉર્વશી રૌતેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડે 2 માં સિક્વિન્ડ ફ્રિલ ઓરેન્જ ગાઉનમાં ચમકી

ProudOfGujarat

ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!