Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ 54,000 ની મત્તા જપ્ત કરી.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ અને અંકલેશ્વર શહેર પોલીસનાં પી.આઇ. ઓ.પી.સિસોડિયાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફનાં કર્મચારીને મળેલ બાતમીનાં આધારે અમરાવતી ખાડીના પુલ પરથી રિક્ષામાં વહન થતાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ રીક્ષામાં દારૂની બોટલ નંગ 240 ઝડપાઈ હતી. તેમજ આ અંગે રાહુલ ઉર્ફે ઊંચી અર્જુન વસાવા રહે. તાડફળિયું અંકલેશ્વર અને સાજીદ નજીરભાઈ પઠાણ રહે. તાડફળિયું અંકલેશ્વરની અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જયારે આ બનાવમાં બે આરોપી 1) નેવીલ મનહરલાલ ગાંધી 2) ઇલાબેન મગનભાઇ વસાવા નાઓ વોન્ટેડ આરોપીઓ છે. આ બનાવની વધુ તપાસ અંકલેશ્વર શહેર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પાલેજ જીઆઇડીસીની સુયોગ એલીમેન્ટ એન્ડ મિનરલ નામની કંપનીમાંથી 1.78 લાખનો સામાન ચોરી ગયા

ProudOfGujarat

બોલેરો પિકઅપમાં 5 પશુઓની હેરાફેરી કરતાં શખ્સની ધરપકડ

ProudOfGujarat

भावेश जोशी सुपरहीरो और तापसी पन्नू की रोमांचक बाइक राइड!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!