Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં કરજણ ડેમમાંથી ૧૦૪૮૪ ક્યુસેક જેટલું પાણી છોડાયું કાંઠાનાં વિસ્તારો એલર્ટ કરાયા.

Share

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાનાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ ડેમમાંથી કરજણ નદીમાં ૧૦૪૮૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મ્હાલે દ્વારા પ્રાપ્ત માહિતી ઉજબ હાલ સતત ઉપરવાસમાંથી પાણીની આવક થતા કરજણ ડેમમાં પાણીની સપાટી તેના રુલ લેવલને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમમાંથી બે રેડિયલ ગેટ ખોલી ૧૦૪૮૪ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાઈ રહ્યો છે જેથી કાંઠાના વિસ્તારો જેવા કે રાજપીપલા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ભુછાડ, ધાનપોર અને ધમણાચાના લોકોને સાવચેતી રાખવા પણ સૂચન કરાયું હતું અને એલર્ટ કરાયા છે. હાલ કરજણ બંધમાં ૯૨૧૮૪ ક્યુસેક જેટલી પાણીની આવક છે. આજે ડેમનું રુલ લેવલ ૧૦૮.૬૯ મીટર છે સપાટી ૧૦૮.૮૦ મિટરે પહોંચી છે એટલે કે રુલ લેવલ જાળવવા માટે ડેમના બે રેડિયલ ગેટ ખોલીને ૧૦૪૮૪ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમ ૬૮.૨૪ ટકા ભરાયો છે એમ કહી શકાય ડેમનું આજનું લાઈવ સ્ટોરેજ ૩૪૩.૬૬ મિલિયન કયુબિક મીટર છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

માંગરોળમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તા. 1 નાં રોજ મફત આંખની તપાસ ઓપરેશન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ભરૂચ પોલીસ વિભાગ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરક્ષા સેતુ દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક જાગૃતિ અંગે ની રેલી શહેર માં કાઢવામાં આવી હતી……

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!