Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં તસ્કરો ત્રાટકયા : રિપેરિંગ માટે આવેલા ૧૫ જેટલા મોબાઇલ ચોરાતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં આવેલ એક મોબાઇલ રિપેરિંગની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલા પંદર જેટલા મોબાઇલ ચોરાયા હતા. રાજપારડી પોલીસમાં લખાયેલી ફરિયાદ મુજબ રાજપારડી નગરના મુખ્ય માર્ગ પર ગેસ્ટ હાઉસના આગળના ભાગે સાજુદ્દીન શેખ મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. ગયા સોમવારના રોજ આ યુવાન સવારે તેની દુકાન ખોલવા આવ્યો ત્યારે તેની કેબિનનું ઉપરના ભાગે આવેલ પતરુ કોઈ સાધન વડે તોડી નંખાયેલ જોયુ.બાદમાં તેણે દુકાનમાં તપાસ કરતાં રીપેરીંગ માટે આવેલા કેટલાક મોબાઇલ ચોરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. અંદાજિત કિંમત રૂ. ૨૭,૫૦૦ ની કિંમતના ૧૫ જેટલા મોબાઇલ ચોરાય‍ા હતા.ગ્રાહકોના રિપેરિંગ માટે આવેલ મોબાઇલો ચોરાતા આ યુવક તકલીફમાં મુકાયો હતો. રાજપારડી ગામે રહેતા આ સાજુદ્દીન શેખ નામના યુવકે આજે રાજપારડી પોલીસ મથકમાં મોબાઇલો ચોરાયા બાબતની ફરિયાદ લખાવી હતી. ભુતક‍ાળમાં પણ બજારમાં કેટલીક દુકાનો ચોરીનો ભોગ બની હતી. ત્યારે આ પેંધા પડેલા ઘરફોડ ચોરોને યોગ્ય નશીહત થાય તે જરૂરી બન્યુ છે. ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પહેલા રાજપારડી નગરમાં એક લાખથી વધુ રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીનાની પણ ચોરી થવા પામી હતી. ચોરીના વધતા બનાવોને પગલે જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

‘ભરૂચનો પ્રથમ મેગ્નેટીક મેન’ : મકતમપુર વિસ્તારમાં એક શખ્સનું શરીર ચુંબકીય શક્તિ ધરાવતું વર્તાયું : શરીર પર ચોંટયુ લોખંડ.

ProudOfGujarat

પંચમહાલ: શહેરા નગરપાલિકાના ભુતપુર્વ કારોબારી અધ્યક્ષની આત્મવિલોપનની ચીમકીના મુદ્દે શિવસેના દ્વારા પ્રાન્ત અધિકારીને લેખિત આવેદન.

ProudOfGujarat

અતિવૃષ્ટિથી પાયમાલ બનેલા ખેડૂતો અને લોકોને ત્વરિત સહાય મળે તે માટે સંકલન સમિતિની બેઠક બોલાવવા સંદિપ માંગરોલાની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!