Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં અતિવૃષ્ટિથી સીમ જમીનનું ધોવાણ થતાં લાખોનું નુકશાન થવાથી ખેડૂતોએ પાણી નિકાલ અને યોગ્ય વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

લીંબડીમાં સતત વરસાદ બાદ સીમ જમીનમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો પાણી નિકાલની માંગ કરી રહ્યા છે, આ મામલે લીંબડીના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી લીંબડી ગામ સીમ જમીનમાંથી પાણી નિકાલ કરવાની માંગ ઉઠાવી છે અને રજુઆત કરીને જણાવ્યું છે કે, પાણી નિકાલ ન થવાના કારણે લીંબડી ગામનું પાણી સીમ જમીનનું ધોવાણ કરતા પાક નિષ્ફળ જાય છે, કપાસ, મગફળી તેમજ તલનું આ પંથકમાં મોટાભાગે વાવેતર થવા પામ્યું છે ત્યારે આ તમામ પાકોના મોંઘા ભાવના બિયારણો નાંખી વાવેતર કર્યા બાદ વરસાદી આફતથી પાણી ફરી વળ્યું છે, આશરે ૫૦૦ વીઘા જમીનમાં પાક નાશ થયાનું રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું છે. આથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાની ભોગવવાનો વખત આવ્યો છે, આથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે અને વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીનું સ્પષ્ટ બનેલ ચિત્ર-૭૪ પૈકી ૭ પંચાયતો સમરસ.

ProudOfGujarat

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં મંદિરો અસુરક્ષીત…દેલાડ ગામના સોમેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીનો બનાવ…

ProudOfGujarat

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!