Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભાઈએ પિતરાઇ ભાઈની હત્યા કરી લાશ ખાડો ખોદી દાટી દીધી જાણો વધુ.

Share

ભરૂચનાં સોનતલાવડી વિસ્તારમાં રહેતા સંજય વસાવાએ કેટલાક સમય પહેલા તેના પિતરાઇ ભાઈ મફતની પત્ની મંજુને જણાવ્યુ હતુ કે તું મારી પત્ની બનીને રહે પરંતુ મંજુએ ઇન્કાર કરતાં સંજયએ હાથીપુરા જીલ્લો આણંદ ખાતે રહેતા મફતને નાણાં આપવાની લાલચ આપી ભરૂચ સોનતલાવડી ખાતે બોલાવી લીધો હતો. આ બાબતને એક મહિનો થઈ ગયો હતો તેમ છતાં મફત ઘરે ન આવતા મફતની પત્ની મંજુએ ભરૂચ સિટી પોલીસને પતિ ગુમ થયો હોવાની ફરિયાદ આપી હતી. જયારે સંજયે તા.27-7-2020 નાં રોજ રાત્રિનાં 1 થી 5 નાં સમયમાં મફતને બહાર લઈ જઈ ત્રિકમનાં ઘા માથામાં મારી તેની હત્યા કરી હતી. ત્યારબાદ મફતની લાશ નર્મદા માર્કેટ પાછળ ખાડો ખોદી દાટી દીધી હતી. સંજયની પત્ની મીના અને ભાઈની પત્ની ગીતાને આ બનાવ અંગે કોઈને ન કહેવા ધાકધમકી આપી હતી દરમિયાન મફતની લાશ વિકૃત હાલતમાં મળી આવી હતી. આ અંગે ભરૂચ સિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કારમા વિદેશી દારૂ ઝડપાયો જાણો વધુ વિગતો…

ProudOfGujarat

ભરૂચ ના રતનતળાવ માંથી કાચબાચોરી ની શંકા એ એક યુવાન ને સ્થાનિકો એ ઝડપી પાડી પોલીસ ના હવાલે કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી: પાલખીયાત્રા અને મહાઆરતીમાં ઉમટ્યા ભૂદેવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!