Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી આઈ.સી.ડી.એસ. ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દ્વારા કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી હતી.

Share

ગુજરાત સરકારે જ્યારે બીડું ઝડપ્યું છે જેમાં ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ના રહે તે માટે અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે લીંબડી આઈ.સી.ડી.એસ. ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દ્વારા આવા કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.

લીંબડી તાલુકાના આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે જીલ્લા પંચાયત આયુર્વેદક શાખા તેમજ લીંબડી સરકારી હોસ્પિટલમા આવેલ આયુર્વેદિક, અને લીંબડી ગાયત્રી મંદિર ખાતે આવેલ સરકારી આયુર્વેદીક હોસ્પિટલના સહભાગે લીંબડીની 28 આંગણવાડી પૈકી 40 કુપોષિત બાળકોને ચ્યવનપ્રાશ, અશ્વગંધા તેલ, બાલ ચાતુર્ભદ્ર ચુર્ણની કિટ ડોક્ટર જીતેન્દ્રભાઈ મકવાણા, ડોક્ટર મનોજભાઈ તારવાણીયા, ડોક્ટર પ્રકૃતિબેન સોલંકી અને આસિસ્ટન્ટ પાયલબેન ચાવડાના માધ્યમથી નાના બાળકોને કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.સી.ડી.એસ. ના સીડીપીઓ છાયાબેન ઝાલા, મુખ્ય સેવિકા નેહાબા ઝાલા અને 28 આંગણવાડી કાર્યકર અને વર્કર બહેનોએ જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી અને જીઆઇડીસી વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખનનનો વિવાદ

ProudOfGujarat

આ છે ભાજપનો વિકાસ ??? મે-૨૦૧૫ પછી દેશમાં ડીઝલ સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!