Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : જુની બોડેલીનાં સરકારી રસ્તા બાબતે દિવસેને દિવસે વકરતો વિવાદ : દબાણ દુર ન થતાં જમીન માલિકે ધરણા આદર્યા.

Share

છોટાઉદેપુર જિલ્લાના જુની બોડેલી ગામે સરકારી રસ્તા પરના કથિત દબાણનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. વિગતો મુજબ જમીન માલિક દિનેશભાઇ નાગરે તેમની માંગણી મુજબ દબાણ દુર ન કરાતા તેઓ ગઇકાલે વિરોધ વ્યક્ત કરવા કપડા ઉતારીને રોડ પર ઉતરી આવ્યા હતા, છતાં તેમની માંગ ન સંતોષાતા તેઓએ આજે ધરણા આદર્યા છે. જુની બોડેલીના આ સરકારી રસ્તા પરના કથિત દબાણનો વિવાદ દિવસે દિવસે વિસ્તૃત બનતો જતો દેખાય છે. દિનેશ નાગરના જણાવ્યા મુજબ બે વ્યક્તિઓ દ્વારા આ રસ્તા પર દબાણ કરાતા જનતાને તકલીફ પડે છે. આ રસ્તો બે ગામોને જોડતો મહત્વનો રસ્તો હોવા છતાં દબાણ દુર ન કરાતા આ નાગરીક દ્વારા આ બાબતે વિરોધ કરાઇ રહ્યો હોવાની વાતો જાણવા મળી છે. ત્યારે તેમના ધરણાને લઇને હવે શુ પરિણામ આવે છે તે જોવું રહ્યુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં રરમી જાન્યુઆરીએ જિલ્લા સ્વાગત તથા ૨૧મી જાન્યુઆરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામની યુવતીએ પી.એચ.ડી. થઇને ગામનું ગૌરવ વધાર્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર ની બચપન પ્લે સ્કૂલ ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે નૉનફલંએમ રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!