Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડીયા બજાર નજીક મારૂ ફળીયામાં રાત્રીનાં સમયે ધડાકાભેર આગ લાગી…જાણો કેમ ?

Share

ભરૂચ નગરનાં બિગ બજાર પાછળ આવેલ મારૂ ફળિયામાં રાત્રીનાં સમયે ઓચિંતો ગેસનો બોટલ ફાટતા આગ લાગી હતી, મંજુબેન વસાવાનાં મકાનમાં આગ લાગતા મકાનને ખુબ મોટુ નુકશાન થયું હતું.

ભરૂચ નગરપાલિકાના ફાયરબ્રિગેડનાં જવાનોએ ખુબ જહેમત કરી આગને કાબુમાં લીધી હતી. ગેસનો બોટલ ફાટતા મોટો ધડાકો થતાં મહોલ્લાનાં લોકો બહાર નીકળી આવ્યા હતા. એક તબક્કે લોકો એવુ સમજ્યા હતા કે ધરતીકંપ થયો પરંતુ મકાનમાંથી ધુમાડા નીકળતા આગ લાગી હોવાનું જણાયું હતું. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ મકાનમાં રહેલ એક ખાલી અને એક ભરેલા રાંધણ ગેસને ઠંડા કરી આગને સિફત પૂર્વક કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

વલસાડના પત્રકાર સામે ખોટી રીતે પોલીસે ગુનો દાખલ કરવા મામલે સુરત જિલ્લા પત્રકાર સંઘની કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

રાજપીપળા : ડુમખલ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા બાબતે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન આપ્યું.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!