Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં તસ્કરોનો તરખાટ : ઠંડીમાં પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો….

Share

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીબડી ખાતે તસ્કરોએ તરખાટ મચાવતા લોકોમાં ચોરોનો ભય વ્યાપી ગયો હતો. તસ્કરોનાં તરખાટ અંગેની વિગત જોતા લીંબડી શહેરના શ્રીજીનગર રહેણાંક સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા મળતી માહિતી મુજબ બે મકાનમાં રોકડ રકમ અને દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો જેના પગલે ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો દ્વારા બે મકાનોનાં તાળા તોડી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે આશરે રૂ.૧.૨૫ લાખના મુદ્દામાલની ચોરી કરી આ તસ્કરો નાશી છૂટયા હતા. ત્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર તસ્કરોએ આગોતરું આયોજન કરી ચોરી કરી હતી. ચોરીનાં આ બનાવ બનતા લીંબડીનાં લોકોમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં વાડીગામે 800 જેટલા શ્રમિકોને રોજગારીનો લાભ મળ્યો.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!