Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ABMS ની ઓફીસનાં ઉદ્દઘાટન સાથે સીટી બસ સેવા શરૂ કરવામાં આવી.

Share

લીંબડી માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી ચોરાપા પાસે માનવ અધિકાર નિગરાની સમિતિની ઓફિસનુ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

ત્યારે જોડે-જોડે લીંબડીમાં માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા લીંબડી સીટી બસની સેવા સરૂ કરવામાં આવી હતી જેમાં આ સીટી બસ લીંબડી ઉટડી પુલ પરથી ઉપડશે અને સિવિલ હોસ્પિટલ, ભલગામડા ગેઈટ, બસ સ્ટેશન, લીંબડી હાઇવે સર્કલ, સેવા સદન, રેલ્વે સ્ટેશન, ગ્રીનચોક અને વાઈટ હાઉસ થઈને પરત ઉટડી પુલે પરત આવશે ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા લીંબડી ખાતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ માનવ લક્ષી કામોને જનજન સુધી પહોંચાડવા માટે લીંબડી શહેરમાં કાર્યાલયનું ઉદ્ઘાટન અને લીંબડીના લોકોને રાહદારીઓને મુશ્કેલી ના પડે તે માટે લીંબડી સીટી બસ ઉદ્ઘાટન કર્યું જેમાં કબીર આશ્રમના મહંતશ્રી ચરણદાસ બાપુએ લીલી ઝંડી આપી બસનો શુભ પ્રારંભ કર્યો હતો

ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નીલેશ જોષી, જિલ્લા પ્રમુખશ્રી ઇલેશ ખાંદલા,જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, જિલ્લા ઉપપ્રમુખ અંબારામભાઈ ,જિલ્લા ઉપપ્રમુખ રક્ષાબેન મશિયાવા, જિલ્લા ઉપપ્રમુખ નવીન ભાઈ પુજારા, લીંબડી શહેર પ્રમુખ ફારૂક થીમ, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ સાગર ચામડિયા,લીંબડી શહેર ઉપ પ્રમુખ ડી. યુ. પરમાર, સેલાભાઈ ભરવાડ, નંદ કિશોર ચૌહાણ, ઉપસ્થિત રહ્યાં હતાં.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

તંત્ર ભાજપ સરકાર માટે કાર્ય કરે છે ! પ્રજાના પ્રશ્નો જેસે થૈ ની સ્થિતિમાં !! વરસાદી પાણીના નિકાલ બાબતે વામણી પુરવાર થતી ભાજપા સરકાર : સંદીપ માંગરોલા

ProudOfGujarat

વડોદરામાં ગાજરાવાડી વિસ્તારના રહીશોએ સોસાયટીની રજૂઆત કરતા કાઉન્સિલરે આપી ધમકી.

ProudOfGujarat

રાજકોટ-સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફલૂ વોર્ડમાં સારવાર લઇ રહેલ યુવતીનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!