Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં કંપાઉન્ડમાં લાગી આગ, ફાયર અને કર્મચારીઓ થયા દોડતા, જાણો શું છે કારણ ?

Share

ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ અને એસ.ઓ.જી. દ્વારા આગના બનાવ સામે કેવી રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તેની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ આયોજન કરતાં પ્રથમ દ્રષ્ટિએ સિવિલ હોસ્પિટલમાં જાણે આગનો બનાવ બન્યો હોય તેમ લોકોનાં ટોળાં એકઠા થયા હતા પરંતુ અંતે નગરપાલિકા ફાયર વિભાગે મોકડ્રીલ જાહેર કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગના બનાવ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત બનતા હોય છે કયારેક અચાનક આગનો બનાવ બને તો જાહેર જનતાને કઈ રીતે રક્ષણ પ્રાપ્ત કરવું તે વિશે આજે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા એક મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલમાં ભરૂચ ફાયરના જવાનો અને એસ.ઓ.જી. એ સાથે મળી કામગીરી કરી હતી. આ તકે ભરૂચ ફાયર ઓફિસરની ટીમ અને એસ.ઓ.જી. સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં એક ગામેથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી રાણાદાદા મંદિર ટ્રસ્ટ આવી વિવાન વાઢેરની વ્હારે : 85000 રૂપિયા સારવાર અર્થે આપવામાં આવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર વાલિયા ચોકડી બ્રિજ ખાતે મંદિરની દેરી પાસે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાંચે કરી એક આરોપીની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!