Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાનાં તલોદરા ગામેથી ત્રણ નાસતા ફરતા આરોપી પકડાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં તલોદરા ગામના ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ સૂચના અંતર્ગત ઝઘડીયા પી.આઇ પી.એચ.વસાવાને મળેલ બાતમી મુજબ પોલીસે ઝઘડીયા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૯૭/૨૦૧૮ માં નાસતા ફરતા આરોપીઓ ચંદુભાઇ કોયાભાઇ વસાવા, લક્ષ્મણભાઇ કોયાભાઇ વસાવા અને જયેશભાઇ ચંદુભાઇ વસાવા ત્રણેય રહે. તલોદરા નવી વસાહત, તા.ઝઘડીયા,જિ.ભરૂચને મળેલ બાતમી મુજબ તલોદરા ગામેથી ઝડપી લીધા હતા. તલોદરાના આ કથિત નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરીને ઝઘડીયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં વિવાન બિમારી સામે હારી ગયો, દુનિયાને કહ્યું અલવિદા

ProudOfGujarat

સમગ્ર ગુજરાતમાં એકમાત્ર આલિયાબેટમાં અલગ પ્રકારનું મતદાન મથક ઉભું કરાયું, સૌ પ્રથમવાર કન્ટેનર યાર્ડમાં સ્થાનિકોએ મતદાન કર્યું.

ProudOfGujarat

લખતરની મહિલાઓનો પાણી પ્રશ્ને લખતર ગ્રામ પંચાયતમાં કર્યો હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!