Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં મુલદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે નીલગાયને ઇજા…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદ ગામ નજીક સરદાર પ્રતિમા રોડ પર આજે એક નીલગાય જખ્મી હાલતમાં મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે નેશનલ હાઇવેને જોડતા સરદાર પ્રતિમા રોડ પર એક નીલગાય ઇજાગ્રસ્ત હાલતમાં દેખાતા સ્થાનિક ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ દ્વારા ગ્રામજનોની મદદથી ઇજાગ્રસ્ત નીલગાયની સારવાર શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે નીલગાય રસ્તો ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા વાહનની ટક્કરે જખ્મી થઇ હોવાનું મનાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અમુક વખત નીલગાય દેખાતી હોવાનું સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ હતુ. જોકે તાલુકામાં નીલગાયની ખાસ વસતી જણાતી નથી. ધોરીમાર્ગ પર બેફામ દોડતા વાહનોથી અવારનવાર નાનામોટા અકસ્માત થતાં હોવાની ઘટનાઓ સર્જાય છે. ભુતકાળમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : BTP નાં શાસનમાં નેત્રંગ ” હતું ત્યાંને ત્યાં જ ” કોંગ્રેસ સમક્ષ હૈયાવરાળ ઠાલવતા ગ્રામજનો.

ProudOfGujarat

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

ProudOfGujarat

વડોદરામાં કોર્ટ જાપ્તાની ગાડીમાં અસ્ફાકને ચરસ આપવા જતો સાગરીત ખાલીદ પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!