Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા પોલીસ લાઇનમાં બાળકો માટે રમતનાં સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પોલીસ લાઇનમાં બાળકો માટે રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી. ગેલેક્ષી સરફેકટન્ટસનાં સહયોગથી સી.એસ.આર ફંડમાંથી પોલીસ લાઇનમાં બાળકો માટે રમતગમતના સાધનો ખુલ્લા મુકાયા. ઝઘડીયા પી.આઇ વસાવાએ જણાવ્યુ કે બાળકો હળીમળીને શાંતિપૂર્વક રમતો રમી શકે તે માટે પોલીસ લાઇનમાં રમતગમતના સાધનોની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. લોકડાઉન બાદ તબક્કાવાર શૈક્ષણિક કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે બાળકોને શિક્ષણની સાથે સાથે મુક્તપણે નિર્દોષતાથી રમવાની તકો પણ મળવી જોઇએ. અત્રે યોજાયેલ એક કાર્યક્રમમાં પોલીસ લાઇનમાં બાળકો માટેના રમતના સાધનો ખુલ્લા મુકાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં ઇદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ નીકળ્યા.

ProudOfGujarat

વડોદરામાં વાલીઓની બેદરકારી ! પાછળ બેસી ટુ-વ્હીલરનું સ્ટેરિંગ બાળકોનું આપ્યું, એકે તો ફોન પર વાત કરી અને બાળકીએ સ્કૂટર ચલાવ્યું, વીડિયો વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!