Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વ્હાલુ ગામનાં ખેતરમાંથી 6 લાખની કિંમતનાં 28 કિલોમીટર એલ્યુમિનિયમ તાર (વાયરો) ની ચોરી, ૩ થી વધુ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો.

Share

ભરૂચ તાલુકાનાં વ્હાલુ ગામ ખાતર આવેલ એક ખાનગી માલિકીનાં ફાર્મ પાસે રહેલ ડિ.જી.વી.સી.એલ કંપનીનાં કામ અર્થે મુકવામાં આવેલ ૨૮.૪ કિલોમીટર ના એલ્યુમિનિયમનાં તાર જેની કિંમત ૬,૦૬,૦૦૦ થાય છે જેની ચોરી થતા ખળભળાટ મચ્યો છે. આ મામલે તાલુકા પોલીસે ટેમ્પોના ડ્રાઇવર, મજૂરો સહિત ૩ જેટલા ઈસમો સામે વીજળી અધિનિયમ હેઠળ ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સમગ્ર મામલા અંગે માધવભાઈ ગોકળ ભાઈ ફળદુ નાઓએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી મોહન સિંગ પાંચુસિંગ રાવત (૨) રમેશ સિંગ મેનુ સિંગ રાજપૂત તેમજ લાડુ સિંગ ડુંગર સિંગ રાવત સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તમામ ફરાર આરોપીઓ ને ભરૂચ તાલુકા પોલીસે ઝડપી પાડવા અંગેની તજવીજ હાથધરી છે.

Advertisement

Share

Related posts

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી-આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ…..

ProudOfGujarat

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

ProudOfGujarat

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!