Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરનાં સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું.

Share

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે કોરોના સંક્રમિત પોલીસ કોન્સ્ટેબલનું અવસાન થતાં ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાય માન અપાયું હતું.

બિલવણ ગામના નાની બિલવણ ફળિયામાં રહેતા મોહનભાઈ રામજીભાઈ વસાવા ઉંમર વર્ષ 53 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ પોતાના વતન બિલવાણ ગામે હતા. ત્યારે છેલ્લા બે દિવસથી તેઓની તબિયત લથડી હતી. ત્યારબાદ અવસાન થયું હતું. તેમના મૃતદેહને ઉમરપાડા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લઇ જવામાં આવ્યો હતો. પી.એમ.રિપોર્ટમાં તેમનું અવસાન કોરોના વાયરસને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમના અવસાનની જાણ પરિવારજનો દ્વારા નર્મદા જિલ્લા પોલીસતંત્રને કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા સરકારી માન-સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અંતિમસંસ્કાર બિલવાણ ગામે કરવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

લોકરક્ષક દળની પરીક્ષા ભરૂચજિલ્લામાં ૪૦ કેન્દ્ર પર યોજાઈ…..

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!