ભરૂચ જીલ્લામાં ઝઘડિયા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા અસહાય લોકો પાસેથી માસ્ક સહિતનાં ગુનાનાં કામે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવતા આ વિસ્તારનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવા દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિતપત્રમાં જણાવ્યા અનુસાર હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, અસંખ્ય લોકો જીવન રક્ષક દવાઓ, ઑક્સીજન બેડ, વેન્ટીલેટર બેડની સુવિધાનાં અભાવે લોકો મોતના મુખમાં ધકેલાય છે તંત્રની પણ ઘોર બેદરકારીનાં કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ભરૂચ જિલ્લાનો ઝઘડિયા વિસ્તાર મારો મત વિસ્તાર છે આ વિસ્તારમાં મજૂરો, ખેડૂતો, કારીગરો તમામ લોકો હાલ બેરોજગારીથી પરેશાન છે. હાલના સમયમાં લોકો આર્થિક મંદીથી પીડાય છે. મધ્યમ-ગરીબ વર્ગનાં લોકોને ડરાવી ધમકાવી ભરૂચનાં પોલીસતંત્ર દ્વારા દંડ વસૂલ કરવામાં આવે છે. આવી મહામારીમાં પોલીસતંત્ર દ્વારા આ પ્રકારનાં દંડ વસૂલવાનું બંધ કરે તેવી મારી માંગણી છે.