Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલામાં કોરોનોનું તાંડવ : ગત બે દિવસમાં 14 ના થયા અગ્નિસંસ્કાર જે પૈકી તંત્રના ચોપડે છુપાવાઈ રહ્યા છે મોતના આંકડા…

Share

રાજપીપલા સહીત નર્મદામાં કોરોના મોતનું તાંડવ થમતું નથી ? રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા કોરોનામા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સતત વધતા જતા મોતના આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 41 દિવસથી મોતનો સિલસીલો બંધ નથી થયો. એક પણ દિવસ મોત ના થયું હોય એવું બન્યું નથી. રાજપીપલા સ્માશન ગૃહના મોતના સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. નર્મદામા છેલ્લા 41 દિવસમાં કૂલ 172 ના અગ્નિ સંસ્કાર કરાયા છે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિડમાં દર્દીઓ દાખલ થાય છે જેમાં ઘણા સાજા પણ થાય છે પણ ઘણા દમ પણ તોડે છે. નર્મદામાં એપ્રિલમા 113 અને મે માસમાં 11 દિવસમા 45 ના રાજપીપલા સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર કરાયા છે.

અત્યાર સુધીમાં નર્મદામાં 3656 કોરોનાના કેસો થઈ ચુક્યા છે અને હવે રોજ હવે 40 ની એવરેજથી કેસોમા વધારો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે તેમ છતાં આશ્ચર્યની વાત એ છે કે આરોગ્ય કોવીડ હોસ્પીટલના અત્યાર સુધી માત્ર 3 ના જ આંકડા બોલે છે. આંકડા છુપાવતા આરોગ્ય તંત્રના ખોટા આંકડા સામે રાજપીપલા સ્મશાન ગૃહમા મૃતકોના આંકડા જે બોલી રહ્યા છે. તે બતાવે છે કે કોવીડ હોસ્પીટલમા દર્દીઓ દમ તોડી રહ્યા છે છતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ ચૂપ કેમ છે ? દર્દીઓ સાજા થવા માટે તમારી હોસ્પીટલમા દાખલ થાય છે પણ પછી મોતને કેમ ભેટે છે ? શું તેમને સમયસર સારવાર નથી મળતી ? કે પછી યોગ્ય ટ્રીટ મેન્ટ નથી મળતી ? શું સાધનોનો અભાવ છે ? રોજ વધતા મોતના આંકડા માટે જવાબદાર કોણ ? એ પ્રશ્ન હાલ લોકોમા ચર્ચાઈ રહ્યો છે. રાજકીય નેતાઓ પણ ચૂપ કેમ છે જે પણ કોઈ કોવીડની મુલાકાત લે છે તે સબ સલામતની વાતો કરે છે પણ દાખલ દર્દીઓને મોતના મુખમાંથી ઉગરવાના પ્રયત્નો કેમ થતા નથી ? તંત્ર મોતના સાચા આંકડા કેમ છુપાવે છે ? એ પ્રશ્ન હવે લોકોમા છડે ચોક ચર્ચાઈ રહ્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવતનું મોત.

ProudOfGujarat

માંગરોળમાં સ્ટેટ વિજિલન્સ ટીમે રેડ પાડી જુગાર રમતા 9 જુગારીઓને ઝડપી લીધા.

ProudOfGujarat

લીંબડી નેશનલ હાઇવે પર બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!