Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ : NCC દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં આપણી ચોતરફ કેટલાય એવા લોકો છે જે પોતાના જીવન સાથે રમત રમી તમાકુનું સેવન કરે છે. સમગ્ર વિશ્વમાં 31 મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુના સેવન કરનાર લોકોને તેના નુકશાન બાબતે જાગૃતતા ફેલાવવા માટે આજે 30 ગુજરાત બટાલિયન એનસીસી કેડેટ દ્વારા ટોબેકો ડે ની ઉજવણી એક રેલી સ્વરૂપે કરવામાં આવી હતી. વિશ્વ તમાકુ નિષેધ દિવસ તમાકુથી દુર રહેવાનો લોકોને એનસીસી કેડેટ દ્વારા મેસેજ આપવામાં આવ્યો. આજે ૩૧ મેનો દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવામા આવે છે.આજકાલ વ્યસનના કારણે વધારે યુવાવર્ગ વધારે ભોગ બન્યો છે. વ્યસનને કારણે ઘર બરબાદ થાય છે ત્યારે હાલમાં આને લઈને જાગૃતિ લાવવી જરુરી છે. આજના દિવસે રાષ્ટીય કક્ષાએ, જીલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો થાય છે.

વિશ્વ તમાકુ નિષેધ દિન અંતર્ગત આજે 30, ગુજરાત એન.સી. સી. બટાલિયન, ગોધરા. દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગોધરાના જાહેર સ્થળો પર એન.સી.સી. કેડેટ દ્વારા બેનર્સ, પોસ્ટર તથા લોકો સાથે સીધો સંપર્ક કરી તેઓને તમાકુના સેવનથી થતા નુકશાન અંગે સમજાવવામાં આવ્યા હતા, ઉપરાંત તમાકુનું સેવન ન કરવાથી થતા ફાયદા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જાગૃતિનો આ કાર્યક્રમ બસ સ્ટેન્ડ ગાંધીચોક સર્કલ આગળ તથા જાહેર માર્ગો પર કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં શેઠ.પી.ટી.આર્ટસ અને સાયન્સ કૉલેજના એન.સી. સી. કેડેટ તથા બટાલિયનના SM ગુરમુખ સિંઘ, પી.આઈ. સ્ટાફ વગેરે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

શહીદ દિવસ નિમિત્તે ઉમરપાડાનાં વીર સૈનિક દિગ્વિજયસિંહ વસાવાનાં સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટૅડિયમનું નામ પણ બદલીને મિલ્ખાસિંહ રાખવા કોંગ્રેસની માંગ

ProudOfGujarat

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!