Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પુણા વિસ્તારમાં તંત્ર દ્વારા ખાડીની સફાઈ ન થતા AAP ના નગરસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરી વિરોધ પ્રદર્શન.

Share

સુરત મહાનગરપાલિકાના પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં. ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, પરંતુ આ વર્ષે તે કામગીરી પણ પૂર્ણ થઈ નથી. આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી પુણા વિસ્તારમાં આવેલી ખાડીને સાફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ કામગીરી થઇ નથી.

આખરે આમ આદમી પાર્ટીએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી. ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ચોમાસા દરમિયાન ઊભા થતાં હોય છે. તેમજ સામાન્ય દિવસોમાં પણ આ વિસ્તારની અંદર મુશ્કેલી ઊભી થાય છે. ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. તેમજ અમુક જગ્યાએ એટલી હદે ગંદકી ભેગી થઈ ગઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં પાણીનો અટકાવ થવાના લીધે પાણી બહાર આવીને સોસાયટીઓમાં પણ પ્રવેશી જાય છે.

Advertisement

Share

Related posts

‘કેપ્ટન કૂલ’ M.S.DHONI નવા લુકમાં જોવા મળ્યો: સોશિયલ મીડિયા પર તસવીરો થઈ વાઇરલ

ProudOfGujarat

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

જેક થી દુકાનો નું શટર ઊંચું કરી ઘરફોડ ચોરી કરતી મારવાડી ગેંગ ને ચોરી ના હથિયારો અને મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!