Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : શહેરીજનોમાં ઠંડકનો અનુભવ…

Share

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 23 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના દરેક વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો. પવન અને ગાજવીજ સાથે ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેરમાં મોડી રાતે લગભગ 12 વગ્યાની આસપાસથી પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને ત્યારબાદ ઝપાટા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા.

કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનકથી આવેલા વરસાદથી ડાંગર, તુવેર અને બાજરીના તૈયાર પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

નર્મદા ટાઇગર ગ્રુપનું સરાહનીય કાર્ય,મૃત કપિરાજનું હિન્દૂ વિધિથી અંતિમ સંસ્કાર કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા તંત્રનાં આદેશોનું ચુસ્ત પાલન, આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો સહિતનાં ધંધા રોજગાર બંધ.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામની સીમમાંથી પાસે વિદેશીદારૂનો મુદ્દામાલ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!