Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર નજીક હાઇવે નંબર 48 પર મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..!!

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા નબીપુર ગામ નજીક એક અજાણી મહિલાને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા મહિલાનું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર પાસે ઝનોર ચોકડી ઓવરબ્રિજ નીચે 10.30 વાગ્યાના સુમારે સર્વિસ રોડ પર આશરે 45 વર્ષીય મહિલા જઈ રહી હતી.

ત્યારે એક અજાણ્યા વાહને મહિલાને ટક્કર મારતા મહિલાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. નબીપુર પોલીસને અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબજો મેળવી લાશને વધુ તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

ભરૂચમાં મહિલાઓ માટે સશક્તિકરણ સેમિનાર મહિલા પીએસઆઇ વૈશાલી આહીર ના અધ્યક્ષતામાં યોજાયું

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!