Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : કાલોલ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ…

Share

કાલોલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીમાં કોઇ કારણસર અચાનક આગ લાગી હતી. સમગ્ર વિસ્તારમાં ઘૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. બસ સ્ટેન્ડ સુઘી આ વિકરાળ આગની ધૂમ્ર શેરો દેખાતી હતી. જોકે નજીકથી ફાયર ફાયટર સહિત કાલોલ નગરપાલીકાનું ફાઈટર ઘટનાસ્થળે પહોંચી જઈને આગને કાબુમાં લીધી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં ધડાકાભેર સાથે આગ ફાટી નીકળી હતી કાલોલ જીઆઈડીસી વિસ્તારથી 4 કિમી દૂરથી આગના ધૂમ્ર શેરો દેખાતી હતી

આગને કાબૂમાં લેવા માટે કાલોલ અને હાલોલના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા બનાવની જાણ કાલોલ પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. ઔધોગિક વસાહતોમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

ProudOfGujarat

વડોદરાના જાંબુવા બ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત.

ProudOfGujarat

અંકલેશ્વર- વોર્ડ નંબર-8 ના રહીશો ખરાબ રોડ-રસ્તાને લઈને ત્રાહિમામ, સ્થાનિક નગર સભ્ય જોવા પણ ન આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!