Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: શિવજ્યોતિ સોસાયટીમાં મકાનની છતની છાજલી ધસી પડતા મહિલાનુ દબાઈ જતા કરૂણ મોત

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલી સાયન્સ કોલેજ રોડ પરની એક સોસાયટીના મકાનની છાજલી એકાએક ધસી પડતા એક મહિલા નું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેરના સાયન્સ કોલેજ રોડ ઉપર આવેલી શિવજ્યોતિ સોસાયટી આવેલ એક મકાનમાં રહેતી મહિલા સવારના સમયમાં શાકભાજી લેવા નીકળી હતી. તે સમયે મકાનની આગળ ની છાજલીનો ભાગ જે જર્જરિત હતો, એ જ ભાગ અચાનક ધસી પડતા મહિલા છત નીચે દબાઇ ગઇ હતી. અચાનક પડયા હોવાનો અવાજ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. અને મકાનના કાટમાળ હટાવીને તેને બહાર કાઢવાની કામગીરી કરી હતી. મહિલાનું દબાઇ જવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા પોલીસ અધિકારીનો કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાના મોતના કારણે તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
રાજુ સોલંકી , પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાતા કુલ સંખ્યા 1096 થઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!