Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના ધલવાણા ગામના પાદર પાસે ઈકો કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.

Share

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ધલવાણા ગામના પાદર પાસે આજરોજ અકસ્માતની ઘટના સર્જાઈ હતી એક ઇકો ચાલક કોઈક અગમ્ય કારણોસર સાઈડના પોલાણમા ખાબકી ગઈ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઈકો કાર લીંબડી તાલુકાના મુળબાવળા ગામની હોવાનુ બહાર આવ્યુ હતુ, જેમાં ધલવાણા ગામના પાદર પાસેના કોઝવેની સાઈડમાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં પોલાણ હોવાથી કાર પલ્ટી ખાઈ જવા પામી હતી. સદનસીબે આ ઈકો કાર પલ્ટી મારી જતા કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી ત્યારે સામાન્ય ઈજા થતાં બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

સ્વ. કનકસિંહ કોસાડાની ગણેશ સુગર વટારીયામાં પ્રાર્થના સભા યોજાઈ.

ProudOfGujarat

કરજણ રેલ્વે સ્ટેશન પાસે એક વૃદ્ધ ટ્રેનની અડફેટે આવતા સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!