Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 9 થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરકારના આદેશ અને શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ કોરોના મહામારીની પરિસ્થિતિ માં 15/7/21 થી ધોરણ-12 ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા.

સરકારના આદેશ મુજબ 26/7/21 ના રોજથી ધો-9 થી 11 ના વર્ગો શરૂ કરવાના હતા. પરંતુ બોર્ડ દ્વારા ધો 10 ના રિપીટર અને પૃથ્થક ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા એન.ડી.દેસાઈ હાઈસ્કૂલ ખાતે સેન્ટર આવેલું હોવાથી 27/7/21 ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ આજરોજથી ધો-9 થી 11 વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય પારસ મોદીએ માહિતી આપતા જણાવ્યું કે જે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે તેમાં વિદ્યાર્થી અને તેમના વાલીઓને સંમતિ સાથે બોલાવવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની એસ.ઓ.પી.મુજબ તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કરજણના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે તા.30 ના રોજ “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” યોજાશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની તાલીમનો વધી રહેલો વ્યાપ આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા અપાઈ રહેલી તાલીમમાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી

ProudOfGujarat

ભરૂચ : ‘ જી – ૨૦ સમિટ જનભાગીદારી ‘ હેઠળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!