Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતની મહિલાએ ખેડૂતે ગાયના છાણમાંથી બનાવી રાખડી: કિંમત નજીવી અને ફાયદા અનેક

Share

જૂનાગઢ નજીકના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને પશુપાલન થકી આવક બમણી કરીને સફળતા હાંસલ કરી છે અને હવે જ્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ મહિલાએ ગાયના ગોબર (Dung) માંથી રાખડી બનાવી છે. એટલું જ નહીં પરંતુ ગાય પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ મહિલા રક્ષાબંધનના દિવસે પોતાના ગામમાં ગોબર (Dung) ની રાખડીનું વિતરણ પણ કરશે. ભાવનાબેનની આ અનોખી પહેલથી ગામની અન્ય મહિલાઓને પણ એક નવો હુન્નર અને રોજગારી પણ મળી છે.

ભાવનાબેન ત્રાંબડીયાને કોયલી ગામે ગૌશાળા આવેલી છે અને તેમની પાસે 37 ગીર ગાયો છે. ગૌશાળામાંથી નીકળતાં છાણ અને ગૌમુત્રનો પણ તેઓ પૂરેપુરો ઉપયોગ કરે છે. પોતાના ખેતરમાં જ તેઓ જીવામૃત અને ઘન જીવામૃત બનાવે છે, પોતાના ખેતરમાં ઉપયોગ તો કરે જ છે સાથે જે ખાતર વધે છે તેનું વેચાણ પણ કરે છે અને આ જ ગોબરના ઉપયોગથી હવે તેઓ રાખડી બનાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આવેલી પૌરાણિક વાવની જાળવણીના અભાવે દુર્દશા

ProudOfGujarat

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓએ એસ.ટી ની વોલ્વો બસમાં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલી વૈષ્ણવવાડી ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!