Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાની કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ધમકી આપી માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીની એક કંપનીમાં કન્ટ્રકશનનું કામ કરતા કોન્ટ્રાક્ટરને ચાર ઇસમોએ કામ બંધ કરી દેવાનું કહીને માર મારી ધમકી આપતા ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ પરિમલભાઇ હસમુખભાઇ પટેલ રહે.ત્રાલસા,તા.જી.ભરુચના કન્ટ્રકશનનું કામ કરે છે.હાલમાં તેમનું ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ગુલબ્રાન્ડસન નામની કંપનીમા સિવિલ કન્ટ્રકશનનું કામ ચાલે છે.ગત તા.૬ ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે હિતેશ પટેલ નામનો ઇસમ તેની સાથેના અન્ય ત્રણ ઇસમો સાથે કંપની પાસે આવ્યો હતો.હિતેશ પટેલ અને તેની સાથેના અન્ય ઇસમોએ કંપનીની બહાર આવીને પરિમલભાઇને કામ બંધ કરવાનું કહીને તેમની સાથે ઝઘડો કર્યો હતો,અને પરિમલભાઇ પર હુમલો કરીને તેમને લોખંડના સળિયા તેમજ લાકડાના સપાટા માર્યા હતા.ઉપરાંત કમર તેમજ પગના ભાગે ઘુંટણ નીચે માર માર્યો હતો.હિતેશ સાથેના ઇસમોએ ઢિકાપાટુનો માર માર્યો હતો.બાદમાં આ ઇસમો પરિમલને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા.પોતાને કામ બંધ કરી દેવાનુ કહીને માર મારી ધમકી અપાતા પરિમલભાઇ ગભરાઇ ગયા હતા.આ બનાવ સંદર્ભે પરિમલભાઇએ હિતેશ પટેલ નામનો ઇસમ અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિય‍ાદ લખાવી હતી.ઝઘડીયા પોલીસે કોન્ટ્રાક્ટરને માર મારી ધમકી આપનાર આ ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી..

Advertisement

Share

Related posts

સોમવારનું રાશિ ભવિષ્ય : જાણો કઈ રાશિના જાતકો ઉપર રહેશે ભોળાનાથની કૃપા.

ProudOfGujarat

આજના યુગમાં મનથી મનની જાળવણીની કળા જાણવી જરૂરી :- ડો.મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

એકતરફી પ્રેમના પરિણામે નારાયણ નગર ભરૂચ વિસ્તરમાં ભર બપોરે ચપ્પુ ઉછળતા એક છોકરીને થયેલ ઇજા.જાણો કેમ અને ક્યાં ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!