Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્ય દ્વારા કપાસની ખેતીમાં થયેલ નુકશાન બાબતે રજુઆત.

Share

ભરૂચ જિલ્લામાં કપાસ પકવતા ખેડૂતોને હાલમાં કપાસની ખેતીમાં ‘ટુ ફોર ડી’ નામનાં રોગ તેમજ અન્ય રોગના કારણે મોટુ આર્થિક નુકશાન થઇ રહ્યુ છે. આ બાબતની રજૂઆત ખેડૂતો દ્વારા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાને કરવામાં આવતા સાંસદ તથા ધારાસભ્ય દ્વારા આ બાબતે કેન્દ્ર તથા રાજય સરકારને રજૂઆત કરવામાં આવી છે. તેમજ આજરોજ બન્ને નેતાઓએ ભરૂચ કલેકટર કચેરી ખાતે રૂબરૂ જઇને જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડીયા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી ભરૂચની સાથે આ બાબતે ચર્ચા કરી હતી, અને ભરૂચ જિલ્લાના ખેડુતોને થયેલ પાકના નુકશાનનું સર્વે કરાવીને ખેડુતોના વિશાળ હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વર્લ્ડ રીમેમ્બરન્સ દિવસ નિમિત્તે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

અંક્લેશ્વરજી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારના બે ગણના પાત્ર શોધી કાઢતી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું અંધેર વહીવટ, જીઈબી માં બિલ બાકી રહેતા કનેકશન કપાયું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!