Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામની સંસ્થાને સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામની સ્વૈચ્છીક સંસ્થાને સુંદર કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ તા.૨૩ મી ના રોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં ભારત સરકાર યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય નેહરુ યુવા કેન્દ્ર ભરૂચના ઉપક્રમે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડીયા તેમજ જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષના હસ્તે સારસા ગામની વિજયભારતી સંસ્થાને કોરોના મહામારી દરમિયાન ઝઘડિયા તાલુકામાં ગરીબ લોકોની સેવાને લગતા કાર્યોને લગતી કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રતિલાલભાઈ રોહિતને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે સંસ્થા દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં અવારનવાર વિવિધ પ્રજાલક્ષી ક‍ાર્યક્રમો તેમજ તાલિમને લગતા કાર્યક્રમો પણ યોજાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રશ્મિકા મંડન્નાના પગલે ચાલીને, કૃતિ શેટ્ટી ઝડપથી સમગ્ર ભારતમાં એક સ્ટાર બનવા માટે આગળ વધી રહી છે.

ProudOfGujarat

ભરૂચ -પોલીસ એથેલેટિક્સ મીટ 2023 નું શુભારંભ એસ. પી ડો. લીના પાટીલ દ્વારા કરાયુ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!