Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પાણી પાણી થયું : નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘર ડૂબ્યા.

Share

હવામાન ખાતાની આગાહી અનુસાર ભરૂચ પંથકમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી જણવામાં આવી હતી તે પ્રમાણે ગતરોજ બપોરથી જ વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી.

ગતરોજ બપોરથી કાળા વાદછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ સર્વત્ર ભરૂચમાં શરૂ થવા પામ્યો છે જે આજરોજ સુધી પણ શરૂ છે જેને લઇને લોકોના ઘરોમાં એકાએક પાણી ઘૂસી આવ્યા છે જેને પગલે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરની ભીતિ સર્જાઈ રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

ગત બપોરથી ગાઢ વાતાવરણ વચ્ચે લગભગ ચાર વાગ્યાના અરસાથી જ વરસાદ શરૂ થયો હતો. સવારના 06 કલાક સુધીમાં વરસેલ વરસાદ :

– 5.5 ઇંચ હાંસોટ
– 4 ઇંચ અંકલેશ્વર
– 4 ઇંચ વાલિયા
– 4 ઇંચ વાગરા
– 3.5 ઇંચ ભરૂચ
– 3 ઇંચ ઝઘડિયા
– 3 ઇંચ નેત્રંગ
– 2 ઇંચ જંબુસર
– 1.5 ઇંચ આમોદ

Advertisement

જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 96 ટકાએ સ્પર્શયો છે.

રિદ્ધિ પંચાલ, ભરૂચ


Share

Related posts

નિકોરા ગામે ખેતરમાં પાણી આપવા મુદ્દે તકરારમાં યુવાન પર હુમલો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિની ઉજવણી .

ProudOfGujarat

અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘રામ સેતુ’ની રિલીઝને લઈને મેકર્સે કરી આ મોટી જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!